1. Home
  2. ગુજરાતી
  3. જગન મોહન રેડ્ડીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા
જગન મોહન રેડ્ડીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

જગન મોહન રેડ્ડીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

0
Social Share

અમરાવતી:આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા હતા.આ દરમિયાન બંને નેતાઓએ પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ પર ચર્ચા કરી હતી. આંધ્રપ્રદેશના લોકોના હિતમાં મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે વાત કરી. મુખ્યમંત્રીએ રાજ્યને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નો પર ધ્યાન આપવાની અપીલ કરી હતી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ નવી દિલ્હીમાં અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ 45 મિનિટ સુધી મુલાકાત કરી હતી. શાહ અને જગન વચ્ચેની બેઠક અંગે આંધ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ રાજ્યના તમામ પડતર મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠકમાં પોલાવરમ પ્રોજેક્ટ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી.તેમણે શાહને અસરકારક પગલાં ભરવા અપીલ કરી હતી. જગને જણાવ્યું હતું કે શાહે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેલંગાણા સરકાર 2014 અને 2017 વચ્ચે સપ્લાય કરવામાં આવેલી વીજળી માટે તેની ડિસ્કોમ્સમાંથી આંધ્ર પ્રદેશ પાવર જનરેશન કોર્પોરેશનને રૂ. 7,230 કરોડની લેણી રકમ ચૂકવે.

રેડ્ડીએ ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ડાબેરી ઉગ્રવાદ પરના મુખ્યમંત્રી પરિષદમાં ભાગ લીધો હતો. બેઠકમાં જગને કહ્યું કે રાજ્યમાં ડાબેરી ઉગ્રવાદ ઘટી રહ્યો છે. માઓવાદી પ્રવૃતિઓ માત્ર અમુક ભાગો સુધી મર્યાદિત છે. રેડ્ડી સૂચવે છે કે રાજ્યોને પણ ઉગ્રવાદ સામે કેન્દ્ર સાથે સતત અને સહયોગી પ્રયાસોની જરૂર છે.

સીએમ જગન મોહન રેડ્ડીએ નવી દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઉર્જા મંત્રી આરકે સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. રેડ્ડીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ અને રાજ્યના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.આ ઉપરાંત જગને અમિત શાહને મળ્યા પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી. તેઓ શનિવારે સવારે વિજયવાડા જવા રવાના થઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code