Site icon Revoi.in

દેશમાં 14 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ આજે શપથગ્રહણ કરશે

Social Share

દિલ્હીઃ- દેશને આજે સત્તાવાર રીતે 14મા ઉપરાષ્ટ્રીય પતિ મળવા જઈ  રહ્યા છે ઉલ્લેખનીય છે કે એનડીએએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્પતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા  જગદીપ ધનખડને 528 મત મળ્યા હતા અને વિપક્ષનાં ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા હતા.ત્યારે હવે આજે ઉપરાષ્ટ્રિયપતિનો શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

જગદીપ ધનખર આજે ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે 11:45 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના જગદીપ ધનખરને પદના શપથ લેવડાવશે. 71 વર્ષીય ધનખર દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે એમ વેંકૈયા નાયડુનું સ્થાન લેશે. તેઓ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હશે. નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થયો હતો.આ શપથ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનના નિયમો અનુસાર કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય ચે કે શનિવારે એકતરફી હરીફાઈમાં ધનખરને કુલ 528 મત મળ્યા, જ્યારે અલ્વાને માત્ર 182 મતથી સંતોષ માનવો પડ્યો. આ ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 710 મત માન્ય, 15 મતપત્ર અમાન્ય જણાયા હતા

આ સહીત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત લગભગ 93 ટકા સાંસદોએ મતદાન કર્યું હતું,