Site icon Revoi.in

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદિશ ઠાકોર અને વિપક્ષના નેતાનું પદ વિરજી ઠુમ્મરને સોંપાય તેવી શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાત પ્રદેશના  કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક બાદ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ તેમની ભૂમિકા હવે ગુજરાત માટે અહેમદ પટેલ જેવી બનશે તેવું સ્પષ્ટ થયું છે. ભરતસિંહ સોલંકીને કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવશે.કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા પદે વીરજી ઠુમ્મર લગભગ નિશ્ચિત હોવાનું કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામની દિવાળી પહેલા જાહેરાત કરી દેવામાં આવશે. જેમાં પ્રદેશ પ્રમુ તરીકે જગદિશ ઠાકોર અને વિધાનસભા વિપક્ષના નેતાપદે વિરજી ઠુમ્મરનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ બંને નેતાની નિયુક્તિ સાથે કોંગ્રેસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત પાટીદાર અને ઓબીસીને પ્રતિનિધિત્વના સમીકરણ પણ સાચવી લેશે. હાર્દિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે યથાવત્ રાખવામાં આવશે. ગુજરાતની ચૂંટણી ઉપરાંત અન્ય રાજ્યોની ચૂંટણીઓ માટે પણ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાએ નામ ન આપવાની ઓશરતે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીને લઇને પ્રશાંત કિશોરને જવાબદારી આપવાના મૂડમાં નથી. તેથી પ્રશાંત કિશોરને અહીં પ્રવૃત્ત નહીં કરાય.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ અનેક નામની અટકળો ચાલી હતી, છે. જેમાં પ્રમુખ પદ માટે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, નરેશ રાવલ, અર્જુન મોઢવાડીયાનું નામ ચર્ચામાં છે. તેમજ વિધાનસભામાં વિપક્ષના નેતા પદે શૈલેષ પરમાર, વિરજી ઠુમ્મર કે પૂંજા વંશના નામની અટકળો તેજ બની હતી. જેમાં એવું કહેવાય છે. કે શક્તિસિંહ ગોહિલે સામે ચાલીને પ્રમુખ બનવાની વિનમ્રતાથી ના પાડી દીધી છે. જ્યારે ભરતસિંહ સોલંકીને સંકલનની જવાબદીરી સોંપવામાં આવશે. હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા નેતાઓને બીજીવાર તક આપવા માગતું નથી. એટલે જગદિશ ઠાકોર અને વિરજી ઠુમ્મરના નામ નક્કી કરયા હોવાનું કહેવાય છે.