Site icon Revoi.in

જહાંગીરપુરી હિંસા કેસઃ પોલીસે તોફાનીઓને હથિયાર આપનારા બે શખ્સોને ઝડપી લીધા

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં ધાર્મિક યાત્રા દરમિયાન તાફાની ટોળાએ કરેલા હુમલા કેસમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. બંને આરોપીઓ ઉપર તોફાનીઓને તલવાર પુરી પાડવાનો આરોપ છે. બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં કટ્ટરપંથીઓને તલવાર આપતા કેદ થયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરપુરી હિંસા કેસમાં યુનુસ અને સલીમ શેખ નામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. આ બંને શખ્સોએ તોફાનીઓને તલવાર આપી હતી. જેથી પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે અને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. અત્યાર સુધી આ કેસમાં 3 સગીર અને 30 પુખ્તવયની ઉંમરના શખ્સોને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. પોલીસ આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. દરમિયાન સીસીટીવી કેમેરાના ફુજેટ તપાસતા યુનિસ અને સલીમની ઓળખ થઈ હતી. બંને આરોપીઓ ટોળાને તલવાર આપતા સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતા. દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતિના દિવસે નિકળેલી શોભાયાત્રા ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કરીને હિંસા ભડકાવી હતી. હિંસાની તપાસ કરતી પોલીસથી બચવા માટે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે, બંને આરોપીઓને અંતે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.