Site icon Revoi.in

જહાંગીરપુરી હિંસાઃ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં બિન-શૈક્ષણિક મુદ્દે દેખાવો કરવો કેટલો યોગ્ય ?

Social Share

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જ્યંતિના દિવસે નીકળેલી શોભાયાત્રા ઉપર કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી કરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કેટલાક દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવાની ઘટનાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. કોર્ટે દબાણદૂર કરવાની કામગીરી ઉપર સ્ટે આપ્યો હતો. ત્યારે હવે આરોપીઓના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહીને લઈને રાજકારણ ગરમાયું છે.  દેશની જાણીતી શૈક્ષણિક સંસ્થા જેએનયુ અને જામિયાના વિદ્યાર્થી નેતાઓએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમજ જેએનયુ સંકુલમાં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (એએસઆઈએ) વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાણીતી શૈક્ષણિક સંસ્થાના સંકુલનો બિન-શૈક્ષણિક મુદ્દાનો વિરોધ કરવા માટે કેમ મંજૂરી આપવામાં આવે છે તેવા સવાલો ઉઠ્યાં છે. જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હવે વિરોધ પ્રદર્શનનો એએસઆઈએ નિર્ણય લીધો છે. બીજી એનએસયુઆઈએ પણ વિરોધ પ્રદર્શનનો નિર્ણય લીધો છે.

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (એએસઆઈએ) વાઈસ પ્રેસિડન્ટ રણવી જયએ જણાવ્યું હતું કે, જહાંગીરપુરી મામલે જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માંગવામાં આવી હતી. જો કે, પરિસ્થિતિ તંગ હોવાથી પોલીસે મંજૂરી આપી ના હતી. એટલું જ નહીં યુનિવર્સિટીના ગેટ પાસે પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જેથી જેએનયુ સંકુલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનના વિધાર્થીઓ જોડાયાં હતા. શૈક્ષણિક સંસ્થામાં મંજૂરી લીધા વિના વિરોધ પ્રદર્શન યોજવામાં આવે તો સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ જેએનયુએ પીઆરઓના જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંકુલમાં વિરોધ પ્રદર્શન માટે મંજૂરી લેવી ફરજિયાત છે. જો મંજૂરી ના લીધી હોય તો યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. આજે શૈક્ષણિક સંકુલમાં કોઈ વિરોધ પ્રદર્શન લઈને કોઈ મંજૂરી નહીં આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. શૈક્ષણિક સંકુલમાં બિન-શિક્ષણ મુદ્દે પ્રદર્શન મુદ્દે એનએસયુઆઈના રાષ્ટ્રીય પ્રમુખ નિરજ કુંદનો રિયલ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ સંપર્ક કર્યો હતો. જો કે, તેમણે આ મુદ્દે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

ભાજપ દિલ્હીના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, તોફાનીઓના દબાણની કાર્યવાહી અંગે વિપક્ષ રાજકીય મુદ્દો બનાવી રહ્યાં છે. ગેરકાયદે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓના નિર્માણ દૂર કરવાના અભિયાનથી તેઓ બેચેન છે. આદેશ ગુપ્તાએ મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામે આકરા પ્રહાર કર્યાં હતા.

(PHOTO-FILE)