અમદાવાદ: ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નિકળનાર 40મી રથયાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. શહેરના બાલકદાસજીના મંદિરથી નિકળનાર રથયાત્રાની લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા રથની સફાઈ કરી, શણગારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને લઈ રથયાત્રા કાઢવામાં નહતી કાઢવામાં આવી, પરંતુ ચાલુ વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે જેને લઈ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભક્તો માટે અને દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથને 200 કિલો મગ અને 100 કિલો જાબુનો પ્રસાદ ધરાવી ભક્તોને વહેંચવામાં આવશે.
છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને લઈ ભગવાન જગન્નાથના રથને પ્રતીકરૂપે મંદિરના પટાંગણમાં જ ફેરવવામાં આવતો હતો.અમદાવાદ બાદ બીજા નંબરની રથયાત્રા મોડાસામાં કાઢવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે જ્યારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભક્તો ને દર્શન આપવા માટે નીકળવાના છે ત્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે શહેરમાં કાઢવામાં આવનાર રથયાત્રામાં વરઘોડો , ડીજે , ભજન મંડળીઓ , વિવિધ ઝાંખીઓ દર્શાવતા ટેબ્લો , સહિત કરતબ બાજ અખાડાઓ જોડાશે . ચાલુ વર્ષની વાત કરવા આવે તો ભગવાન જગન્નાથ 39 વર્ષના પરંપરાગત રૂટ પર નહીં પણ નવા રૂટ મુજબ ભક્તો ને દર્શન આપશે , ચાલુ વર્ષે રથયાત્રા બાલકદાસજી મંદિરથી નીકળી મકકાળી મંદિર , સરસ્વતી બાલમંદિર , મોડાસા ચારરસ્તા , મેઘરજ રોડ પાવન સીટી ડીપી રોડ થઇ માલપુર રોડ , આઈ . ટી.આઈ , મોડાસા ચારરસ્તા , બસ સ્ટેન્ડ , કડિયાવાળા , ભાવસરવાળા , ટેલિફોન એક્સચેન્જ , પરબડી ચોક , જૈન દેરાસર મંદિર થઈ રથયાત્રા નિજ મંદિર પરત ફરશે ત્યારે રથયાત્રાના રૂટ પર અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.
અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરજનો ને દર્શન આપવા નીકળવાના છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિપૂર્ણ મોલમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે 1 Sº 2 DYSP , 7P , 14 PSI , 30 પોલીસકર્મીઓ , 150 હોમવર્ડના જવાનો ખડેપગે રહેશે તો જિલ્લા પોલીસના વજૂ , ફાયર ફાઈટર , વરુણ , બેજન વાહનો પણ સમગ્ર બંદોબસ્તમાં જોડાશે .રથયાત્રા પૂર્વે સોશ્યલ મીડિયા મારફતે કોઈ અન્ય પ્રવૃત્તિ કે ઉશ્કેરણી ન થયા તે માટે સાથબર ક્રાઈમ અને S.O.G. પોલિસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . ત્યારે લોકો વધુમાં વધુ સંખ્યામાં રથયાત્રામાં જોડાય અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર રથયાત્રા પૂર્ણ થાય તે માટે પ્રથાસ કરવામાં આવી રહ્યા છે.