Site icon Revoi.in

બાગપત: પોતાના જ શિષ્યની હત્યાની સોપારી આપતી કેમેરામાં કેદ થઈ જૈન સાધ્વી, કેસ નોંધાયો

Social Share

સોશયલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આરોપ છે કે આ વીડિયોમાં એક જૈન સાધ્વી કથિતપણે કોઈની હત્યાની સાજિશ રચતી દેખાઈ રહી છે. આ સાજિશ જમીનના એક વિવાદને લઈને કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.

વીડિયો ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાનો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ મામલે યુપી પોલીસે કેસ નોંધીને બાદમાં મામલાની તપાસ શરૂ કરી છે.

વીડિયોમાં એક જૈન સાધ્વી સફેદ વસ્ત્રોમાં દેખાઈ રહી છે. એક વ્યક્તિનો અવાજ આવે છે કે મર્ડર ક્યારે કરવાનું છે. બાદમાં વાતચીતથી નક્કી થાય છે કે મર્ડર 26 તારીખે કરવામાં આવે. તે વ્યક્તિનો ફરીથી અવાજ આવે છે, તે પુછે છે કે મર્ડર બાદ તો જમીન તેના પરિવાર પાસે ચાલી જશે. સાધ્વી કહે છે કે નહીં આવું નહીં થાય. ટ્રસ્ટના નાણાં લાગેલા છે. જમીન ટ્રસ્ટના નામે થઈ જશે. આ વીડટિયોમાં એ પણ સંભળાઈ રહ્યું છે કે હત્યાની સોપારીની રકમ પણ ટ્રસ્ટના નામ પર આપવામાં આવશે.

સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે સાધ્વી પર તેના જ શિષ્ય પારસની હત્યાની સોપારી આપવાનો આરોપ છે. જણાવવામાં આવે છે કે સાધ્વીએ ષડયંત્ર કરીને કેટલાક સમય પહેલા તેને આશ્રમમાંથી હાંકી કઢાવી હતી. મંદિરના ટ્રસ્ટની કેટલીક જમીન પારસના નામ પર હતી. તેના ગયા બાદ તે ટ્રસ્ટની જમીન પાછી આપવામાં આનાકાની કરી રહ્યો હતો. બાદમાં સાધ્વીએ તેની હત્યા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

આ વીડિયો વાઈરલ થતા જૈન સંતોમાં ખળભળાટ વ્યાપી ગયો છે. સંમતિ ધર્મયોગી સમિતિ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. સમિતના અધ્યક્ષે પોલીસને આ મામલામાં તપાસ કરીને સચ્ચાઈ સૌની સામે લાવવાનું જણાવ્યું છે.