Site icon Revoi.in

એરસ્ટ્રાઈક બાદ જૈશ અને લશ્કરે તૈયબાના બદલાયા ટ્રેનિંગ કેમ્પ, હવે અફઘાનિસ્તાનમાં બન્યા નવા અડ્ડા

Social Share

કાબુલ અને કંદહારમાં ભારતના રાજદ્વારી મિશનો અને કાર્યાલયોને ગુપ્તચર માહિતી બાદ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે આતંકી સમૂહો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબાના બેસ કેમ્પ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનના કુનાર, નંગરહાર, નૂરિસ્તાન અને કંદહાર ખાતે સ્થાનાંનતરીત કરવામાં આવ્યા છે. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં આતંકી શિબિર પર એરસ્ટ્રાઈક બાદ આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાન શિફ્ટ થઈ ગયા છે.

ભારતીય વાયુસેનાના મિરાજ જેટ્સે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાનો જવાબ આપતા પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકી જૂથની તાલીમ શિબિર પર હુમલો કર્યો હતો.

હિંદુસ્તાન ટાઈમ્સને મળેલા દસ્તાવેજોની સમીક્ષા પ્રમાણે, પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠનોએ અફઘાન તાલિબાન અને અફઘાન વિદ્રોહી જૂથ, હક્કાની નેટવર્કની સાથે હાથ મિલાવી લીધા છે. રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનને અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલી ડુરંડ લાઈન પાર આતંકી સંગઠન પોતાના કટ્ટરપંથી કેડરને વિધ્વંસક ગતિવિધિનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. આની પાછળ કદાચ એ કારણ છે કે મોદી સરકારે પાકિસ્તાનની ઈમરાનખાનની સરકારને પહેલી અને બીજી જુલાઈએ 15થી વધારે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરો અને આતંકી ફંડિંગ એકઠું કરનારા પાંચ ચેરિટી સંગઠનો પર કાર્યવાહી કરવાનું કહ્યું હતું. ભારતે પાકિસ્તાનને આના સંદર્ભે આતંકી સમૂહોની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યુ છે અને સાફ કર્યું છે કે આ વખતની કાર્યવાહી દેખાડો હોવી જોઈએ નહીં.

ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આતંકવાદી સંગઠનોને ડૂરંડ લાઈન પાર સ્થાનાંનતરીત કરવાનું સૌથી મોટું કારણ પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં બચવા માટે કર્યા છે. ફાઈનાન્સ એક્શન ટાસ્ક ફોર્સની પ્રેસ કોન્ફરન્સ આ વર્ષના આખરમાં પેરિસમાં યોજાવાની છે અને તેના બ્લેક લિસ્ટમાં સામેલ થવાથી બચવા માટે પગલું ભરવામાં આવ્યું છે. સીમાપારથી મની લોન્ડ્રિંગ અને આતંકી નાણાંકીય ફંડિંગ પર સકંજો કસવા માટે રચવામાં આવેલા બહુપક્ષીય એકમે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખ્યું છે.