- યુપી એટીએસને મળી કામિયાબી
- જૈશ એ મોહમ્મદનો આતંકી ઝડપાયો
દિલ્હીઃ- દેશ જ્યારે 15મી ઓએગસ્ટ 75મા આઝાદી પર્વની ઉજવણીમાં વ્યસ્ત છે ,ત્યારે આતંકીઓ પણ દેશની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નમાં છે જો કે દેશની સુરક્ષા એજન્સીઓની બાજ નજરથી કોઈ પણ આતંકી સંતાય એમ નથી ત્યારે ઉત્તરપ્રદેશના કાનપુરમાં એટીએસને એક મોચી સફળતા આઝાદિ પર્વના એક દિવસ પહેલા મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી હબીબુલ ઈસ્લામ ઉર્ફે સૈફુલ્લાહની કાનપુરથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે એ બબાત સ્વિકાર કરી હતી કે તે ભૂતકાળમાં ધરપકડ કરાયેલા આતંકવાદી મોહમ્મદ નદીમ સાથે જોડાયેલો હતો અને તેણે સોશિયલ મીડિયા પર તેનું ફેક આઈડી બનાવ્યું હતું.તે હાલમાં ફતેહપુર જિલ્લાના મોહલ્લા સૈયદબારામાં રહેતો હતો જ્યારે બિહારના મોતિહારીમાં કાયમી ધોરણે રહેતો હતો.
ધરપકડ કરાયેલા આતંકવાદીએ સ્વિકાર્યું છે કે તે કપખ્યાત આતંકી નદીમને ઓળખતો હતો આ બન્ને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. સૈફુલ્લાહ વર્ચ્યુઅલ આઈડી બનાવવામાં નિષ્ણાત છે અને તેણે નદીમ સહિત ઘણા પાકિસ્તાની અને અફઘાન આતંકવાદીઓને લગભગ 50 આઈડી ફેક બનાવ્યા હતા.
ધરપકડ કરાયેલ આતંકી જૂથોમાં જેહાદી વીડિયો મોકલતો હતો અને અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરિત કરતો હતો. એટીએસ એ તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક ચાકૂ ઝપ્ત કર્યું છે.