Site icon Revoi.in

એનએસએ અજિત ડોભાલ આતંકીઓના નિશાના પર – જૈશના આતંકીઓ એ ઓફિસની કરી રેકી

Social Share

દિલ્હીઃ-દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકા અજિત ડોભાલની સુરક્ષા વ્યવસ્થામાં ખાસ રીતે વધારો કરવામાં આવ્યો છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી હિદાયત-ઉલ્લાહ મલિકની પાસેથી ડોભાલની ઓફિસમાં રેકીનો વીડિયો મળી આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

કાશ્મીરના શોપિયાનો રહેવાસી મલિકની 6 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસથી વાકેફ લોકોએ કહ્યું કે આતંકવાદીએ તેના પાકિસ્તાન સ્થિત હેન્ડલરની સૂચનાથી સરદાર પટેલ ભવન અને રાજધાનીના અન્ય મહત્વપૂર્ણ સ્થળોની દેખરેખ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીએ ગયા વર્ષે પણ રેકી કરી હતી. મલિકે ડોભાલની ઓફિસ અને શ્રીનગરના અન્ય વિસ્તારોના વીડિયો રેકોર્ડ કર્યા હતા અને પાકિસ્તાનમાં તેના હેન્ડલર્સને મોકલ્યા હતા. આ અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. 2016 માં ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને 2019 માં બાલાકોટ હવાઈ પહમલા બાદ ડોભાલ પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી જૂથોના નિશાન પર રહ્યા છે.

ડોઙાલને ખતરા અંગેની બાબાત સુરક્ષા એજન્સીઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પહોંચાડવામાં આવ્યો છે. દિલ્હી અને શ્રીનગરમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીની પૂછપરછ દરમિયાન ડોભાલની ઓફિસના વીડિયો અંગેની માહિતી બહાર આવી છે.

જમ્મુના ગંગ્યાલ પોલીસ સ્ટેશનમાં મલિક વિરુદ્ધ કલમ 18 અને 20 યુએપી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જૈશ મોરચાના જૂથના પ્રમુખ, મંડળ, લશ્કર-એ-મુસ્તફાની અનંતનાગથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પાસેથી શસ્ત્રો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદ ભાગ -2 શરૂ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. જકાત, મૌદા, બૈત-ઉલ-માલ, વિદેશથી મળતી ચેરીટી, આરોગ્ય અને શિક્ષણના નામે આઈએસઆઈ દુબઇ, તુર્કી અને અન્ય રસ્તાઓથી પહોંચાડી રહી છે. કાશ્મીરમાં ફરીથી આ ઉપદ્રવ ચાલુ કરાવવા જમાત-એ-ઇસ્લામીના ભંડોળથી ષડયંત્ર રચાઈ રહ્યું છે.

સાહિન-