ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
- વિદેશમંત્રી એસ.જયશંકર ત્રણ દેશના પ્રવાસે
- અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત
- ઉર્જા, કોરોનાવાયરસ અને રક્ષા સહયોગ અંગે કરી ચર્ચા
દિલ્લી: સંયુક્ત અરબ અમીરાતની મુલાકાત દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ સમય દરમિયાન ઉર્જા,કોરોનાવાયરસ અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિદેશમંત્રી એસ જયશંકર અને યુએઈના વિદેશમંત્રીએ હાલમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને વિવિધ બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મુદ્દાઓ પર સંકલન ચાલુ રાખવાની સંમતિ છે. બેઠક દરમિયાન વિદેશમંત્રીએ કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા લેવામાં આવતા પગલાઓની માહિતી આપી હતી. કોવિડ -19 મહામારી દરમિયાન ભારતીયોની સાર-સંભાળ રાખવા બદલ યુએઈના નેતૃત્વનો આભાર માન્યો હતો.
યુએઈમાં ભારતીયોની વસ્તી સૌથી વધુ છે, જેમાંથી ઘણા સ્થાનિક અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન અને મોટા પાયે ત્યાં કામ કરતા લોકોને ઘરે મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિદેશમંત્રી એક અઠવાડિયા માટે 3 દેશોની મુલાકાતે છે. બહરીનની મુલાકાત લીધા બાદ હવે તે રાષ્ટ્રપતિ રામકલાવનના નવા નેતૃત્વ સાથે મુલાકાત માટે સેશેલ્સ જશે. કોરોનાકાળ દરમિયાન વિદેશમંત્રીની આ મુલાકાત યુએઈ અને ઇઝરાઇલ સાથેના આપણા સંબંધોને સારા બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
_Devanshi