દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે નામીબિયાના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન નેતુમ્બો નંદી-નદૈતવાહને મળ્યા હતા અને બંને નેતાઓએ ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, પરિવહન અને કનેક્ટિવિટી, ડિજિટલ, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. જયશંકરે નંદી-નદૈતવાહ સાથે ભારત અને નામીબિયા વચ્ચેની પ્રથમ સંયુક્ત સહકાર આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન ભાગીદારી લાંબા ગાળાની રાજકીય વિશ્વસનીયતા અને વધતી જતી વિકાસ ભાગીદારી પર આધારિત હોવી જોઈએ.
જયશંકરે ટ્વિટ કર્યું, “ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, પરિવહન અને કનેક્ટિવિટી, ડિજિટલ, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ પર ચર્ચા કરી.” વન્યજીવ સહકાર અને ગ્રીન ટુરીઝમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સમાન વિચારો ધરાવીએ છીએ. તે જ સમયે, જયશંકર સાથે પ્રતિનિધિમંડળ-સ્તરની બેઠક પહેલાં નામીબિયાના વિદેશ પ્રધાન નેતુમ્બો નંદી-નદૈતવાહે જયશંકર સાથે વાતચીત કરી હતી. જયશંકરે નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. હેગ જી. ગેઈન્ગોબ સાથે મુલાકાત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંગત સંદેશ તેમને આપ્યો.
અન્ય એક ટ્વીટમાં મંત્રીએ કહ્યું, “મારું ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ નામીબિયાના રાષ્ટ્રપતિ ડો. હેગ જી.ગેઈન્ગોબનો આભાર. હું અમારા સંબંધો પ્રત્યેની તેમની ભાવનાઓ અને તેને આગળ લઈ જવાની તેમની દ્રષ્ટિનું સન્માન કરું છું.જયશંકરે સંયુક્ત આયોગની સકારાત્મક બેઠક વિશે રાષ્ટ્રપતિને માહિતગાર કર્યા અને “પોતાની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા” માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. જયશંકરે નામીબિયાના સ્વતંત્રતા સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી. જયશંકર કેપટાઉનથી ત્રણ દિવસની મુલાકાતે રવિવારે નામીબિયાની રાજધાની વિન્ડહોક પહોંચ્યા હતા.