Site icon Revoi.in

જયશંકરે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા સાથે કરી મુલાકાત,આ મુદ્દાઓ પર થઇ વાત

Social Share

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રીએ આ બેઠકને ઉષ્માપૂર્ણ અને અર્થપૂર્ણ ગણાવી. વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ બે દિવસીય ભારતની મુલાકાતે મંગળવારે નવી દિલ્હી પહોંચ્યા હતા.

જયશંકરે ટ્વિટ કરીને માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે આજે ઉષ્માભરી અને ફળદાયી બેઠક કરી હતી. હું અમારી વિકાસ ભાગીદારીમાં સતત પ્રગતિ વિશે જાણવા માટે ઉત્સાહિત છું. આપણા પડોશીઓના આર્થિક વિકાસ અને સામાજિક કલ્યાણમાં તેનો સીધો ફાળો છે.

તેઓએ હિંદ મહાસાગર ક્ષેત્રની સ્થિરતા અને સમૃદ્ધિ તેમજ તે લક્ષ્યોને હાંસલ કરવામાં આપણો પરસ્પર સહકાર કેવી રીતે આગળ વધશે તે અંગેના વિઝન શેર કર્યા હતા. જયશંકરે આ બેઠકને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના નેબરહુડ ફર્સ્ટ અને સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ (SAGAR) નીતિ માટે સારો દિવસ ગણાવ્યો હતો.

વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે માલદીવના વિદેશ પ્રધાનની મુલાકાત બંને પક્ષોની ઉચ્ચ સ્તરીય મુલાકાતોની શ્રેણીના ક્રમમાં છે અને તે બંને દેશો વચ્ચેના નક્કર દ્વિપક્ષીય સહકારને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે. માલદીવ્સ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મુખ્ય દરિયાઈ પડોશી છે અને તમામ માટે સુરક્ષા અને વિકાસ નીતિમાં અને આ પ્રદેશમાં સરકારની નેબર ફર્સ્ટ નીતિમાં વિશેષ સ્થાન ધરાવે છે.