જયશંકર આજે SCOની બેઠકમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ,વ્યાપાર-અર્થવ્યવસ્થા પર રહેશે ફોકસ
દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની 21મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ બેઠક વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાશે.CHG બેઠક વાર્ષિક ધોરણે યોજાય છે, જેમાં સામાન્ય રીતે સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ હાજરી આપે છે.તેનું મુખ્ય ધ્યાન સભ્ય દેશોના વેપાર અને અર્થતંત્ર પર છે.બેઠકમાં સંસ્થાનું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવશે.
આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે,આ બેઠકમાં SCO સભ્ય દેશો, નિરીક્ષક દેશો, SCO મહાસચિવ અને SCO પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક (RATS)ના કાર્યકારી નિર્દેશક ભાગ લેશે. તુર્કમેનિસ્તાન અને અન્ય આમંત્રિત મહેમાનો બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સ્થાપના 2001 માં રશિયા, ચીન, કિર્ગીઝ ગણરાજ્ય, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાજ્યોના વડાઓ દ્વારા શાંઘાઈમાં સમિટમાં કરવામાં આવી હતી.વર્ષોથી તે વિશ્વની સૌથી મોટી આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. 2017માં ભારત અને પાકિસ્તાન તેના કાયમી સભ્યો બન્યા હતા.
વાર્ષિક SCO સમિટ ગયા મહિને ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં યોજાઈ હતી.તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જૂથના અન્ય નેતાઓએ હાજરી આપી હતી.