નવી દિલ્હીઃ ભારતીય વિસ્ફોટ બેસ્ટમેન યશસ્વી જયસ્વાલએ રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી ચોથી ટેસ્ટ મેચમાં અડધીસદી ફટકારી હતી. આ સાથે જ તેને વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી દીધી છે. યશસ્વીએ પૂર્વ ક્રિકેટર સૌરભ ગાંગુલી અને ગૌત્તમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો છે. જયસ્વાલે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધારે રન બનાવનાર લેફ્ટહેન્ડ બેસ્ટમેન બની ગયો છે. યશસ્વી ટીમ ઈન્ડિયા માટે એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધારે રન બનાવનાર ડાબા હાથને બેસ્ટમેન બન્યો છે. ચાર ટેસ્ટની સાત ઈનીંગ્સમાં 599 રન બનાવ્યાં છે. આ પહેલાની ટેસ્ટ મેચમાં બે ડબલ સદી ફટકારી છે. યશસ્વીએ રાજકોટ અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમ પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીએ પાકિસ્તાન સામે વર્ષ 2007માં 534 રન બનાવ્યાં હતા. યશસ્વી પહેલા ગાંગુલી પ્રથમ ક્રમે હતો. હવે બીજા નંબર ઉપર આવી ગયાં છે. ગૌત્તમ ગંભીર ત્રીજા ક્રમે છે. ગંભીરે ઓસ્ટ્રેલિયા સામે 2008માં 463 રન બનાવ્યાં હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ સામે 2009માં 445 રન બનાવ્યાં હતા.
યશસ્વીએ અત્યાર સુધીનું કેરિયર શાનદાર રહ્યું છે. તેણે 14 ટેસ્ટ ઈનીંગ્સમાં 915 રન બનાવ્યાં છે. આ દરમિયાન 3 સદી અને 3 અડધીસદી ફટકારી છે. આ સાથે બે બેવડી સદી પણ ફટકારી છે. યશસ્વીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 214 રન છે. આ ઉપરાંત તેણે ટી20 ફોર્મેટમાં જ સારુ પ્રદર્શન કર્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાય રહેલી ચોથી ટેસ્ટની વાત કરીએ તે યશસ્વી જયસ્વાલે ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઈનીંગ્સમાં ટી-બ્રેક સુધી 96 બોલમાં 54 રન ફટકાર્યાં છે. તેણે 5 ફોર અને એક સિક્સર મારી હતી. ટીમ ઈન્ડિયાએ ટી બ્રેક સુધી ચાર વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યાં હતા. જ્યારે ઈંગ્લેડએ પ્રથમ ઈનીંગ્સમાં 353 રન બનાવ્યાં હતા. રાંચી ટેસ્ટના બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ સાત વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યાં હતા. યશસ્વી જયસ્વાલ 73 રન બનાવીને આઉટ થયો હતો.