Site icon Revoi.in

જળ જીવન મિશનઃ વડોદરામાં 100 ટકા ઘરોને નળથી પાણી પુરુ પાડવાનો લક્ષ્યાંક હાંસલ કરાયું

Social Share

અમદાવાદઃ દેશના તમામ નાગરિકોને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે જળ જીવન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વર્ષ 2022ના અંત સુધીમાં પ્રત્યેક ઘરે નળથી જળની વ્યવસ્થા આપવામાં આવશે. દરમિયાન વડોદરામાં હર ઘર નળ સે જળ હેઠળ વડોદરામાં 100 ટકા પાણી કનેકશન આપવામાં આવ્યાં છે. હર ઘર નળ સે જળ અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 326705 ઘરોને નળ થી પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. રૂ. 8391 લાખના ખર્ચે 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લાએ પાણી પુરવઠા યોજનાઓ ને સરફેસ વોટર આધારિત બનાવી છે. એટલે ભૂગર્ભ જળનો ઉપયોગ ન કરતા ડેમ,નદીઓના સપાટી પરના પાણી આધારિત પાણી પુરવઠા યોજનાઓ જિલ્લાની વિશેષતા બની છે. જિલ્લાના 8 તાલુકાઓના 645 ગામોની 11 લાખ જેટલી વસ્તીને દૈનિક માથાદીઠ 100 લિટર પાણી પૂરું પાડવાને અગ્રતા આપવામાં આવી છે. 4 શહેરી વિસ્તારોની 19 લાખની વસતીને પણ તેનો લાભ આપવામાં આવી રહ્યો છે. નર્મદા નહેરમાંથી વાઘોડિયા તાલુકાના તમામ 93 ગામો, 2 નગરો અને 25 નર્મદા વશાહતોને પાણી આપવામાં આવે છે.

વડોદરા, સાવલી, ડેસર, પાદરા, ડભોઇ અને કરજણ તાલુકાઓના 439 ગામોને 9 જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા પીવાનું પાણી આપવાનું આયોજન રૂ. 618 કરોડના ખર્ચે સાકાર કરવામાં આવી રહ્યું છે. તેના થી 8.84 લાખ જેટલી વસતીની તરસ છીપાય છે. વડોદરા દક્ષિણ તાલુકો,કરજણ અને શિનોર તાલુકાઓ 183 ગામોને પાણી પૂરું પાડવા માટે બલ્ક પાઇપ લાઇન દ્વારા પાણી આપવાનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે.