1. Home
  2. ગુજરાતી
  3. જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી
જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી

જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી

0
Social Share

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (JJM), આઝાદીનું અમૃત, દેશના 12 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવાના નવા સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા JJMની શરૂઆતની જાહેરાત સમયે, ગામડાઓમાં માત્ર 3.23 કરોડ (16.64%) પરિવારો પાસે જ પાઈપ દ્વારા પાણીના જોડાણો હતા. હાલની સ્થિતિએ 5 રાજ્ય (ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત અને પંજાબ) અને 3 કેન્દ્રશાસિત પ્રદેશ (પુડુચેરી, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી અને આંદામાન અને નિકોબાર ટાપુઓ)માં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ 98.35% અને બિહાર 96.05% સાથે નજીકના ભવિષ્યમાં સંતૃપ્તિ હાંસલ કરવા માટે તૈયાર છે.

ગોવા, હરિયાણા, પંજાબ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ‘હર ઘર જલ’ પ્રમાણિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે. એટલે કે, આ રાજ્યો – કેન્દ્રશાસિત પ્રદેશોમાં, ગ્રામજનોએ ગ્રામસભાઓ દ્વારા પુષ્ટિ કરી છે કે ગામમાં ‘તમામ ઘરો અને જાહેર સંસ્થાઓને પૂરતો, સલામત અને નિયમિત પાણી પુરવઠો’ છે. દેશમાં 9.06 લાખ (88.55%) શાળાઓ અને 9.39 લાખ (84%) આંગણવાડી કેન્દ્રોમાં નળના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આપણા દેશના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, મિશનની શરૂઆત સમયે, માત્ર 21.64 લાખ (7.84%) પરિવારો પાસે નળનું પાણી હતું, જે હવે વધીને 1.67 કરોડ (60.51%) થઈ ગયું છે.

તેલંગાણાના ત્રણ મહત્વાકાંક્ષી જિલ્લાઓ (કોમરમ ભીમ આસિફાબાદ, જયશંકર ભૂપાલપલ્લી અને ભદ્રાબારી કોઠાગુડેમ), ગુજરાતના બે જિલ્લા (દાહોદ અને નર્મદા) અને પંજાબ (મોગા અને ફિરોઝપુર) અને હરિયાણા (મેવાત) અને હિમાચલ પ્રદેશ (ચંબા)માંથી એક-એક જિલ્લા 100% ટેપ પાણીના કવરેજની જાણ કરવામાં આવી છે. અમલીકરણની ગતિને વધુ વેગ આપવા માટે ભારત સરકાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભાગીદારીમાં સતત કામ કરી રહી છે.

દેશમાં 5.24 લાખથી વધુ વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી (VWSC)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે અને 5.12 લાખ વિલેજ એક્શન પ્લાન (VAPs) તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પીવાના પાણીના સ્ત્રોતમાં વધારો, ગ્રે વોટર ટ્રીટમેન્ટ અને તેના પુનઃઉપયોગનો સમાવેશ થાય છે. ગામમાં પાણી પુરવઠા વ્યવસ્થાની નિયમિત કામગીરી અને જાળવણી. જલ જીવન મિશનની શરૂઆત સમયે, 1.79 કરોડ (આર્સેનિક-1.19 કરોડ, ફ્લોરાઈડ-0.59 કરોડ) ની વસ્તી ધરાવતા 22,016 આવાસો (આર્સેનિક-14,020, ફ્લોરાઈડ-7,996) પીવાના પાણીના સ્ત્રોતોમાં આર્સેનિક/ફ્લોરાઈડના દૂષણથી પ્રભાવિત થયા હતા.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code