Site icon Revoi.in

યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતી ગુરૂવારે ઊજવાશે

Social Share

રાજકોટઃ યાત્રાધામ વીરપુરમાં  સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ કારતક સુદ સાતમને ગુરુવારે તા.11 નવેમ્બરના રોજ ધામધૂમથી ઊજવાશે.  ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ  તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જોકે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

વીરપુરમાં પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા વીરપુર વાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે,પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવણીના ભાગ રૂપે વીરપુરની મેઈન બજારોમા રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે, તેમજ વીરપુરવાસીઓએ પણ પોતાના ઘર, હોટેલો, દુકાનોને અવનવા લાઇટ્સથી ડેકોરેટ કરાયા છે,આગમી ગુરુવારે બાપાની જન્મજયંતિને લઈને વીરપુર જલારામબાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે 250 જેટલા સ્વયંમ સેવકો પૂજ્ય બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે.

પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિતે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, વીરપુરમાં ઘેરઘેર રંગોળીઓ તેમજ વીરપુરના અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કરાશે,પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા માટે વીરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોનાને લીધે બાપાની જન્મજ્યંતીની સાદાઈથી ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષે સરકારે છૂટ આપી છે. પણ સરકારની ગાઈડ લાઈનનું પુરતુ પાલન કરવામાં આવશે. ભાવિકોની વધુ ભીડ એક જ સ્થળે એકઠી ન થાય તે માટે તકેદારી રાખવામાં આવશે. યાત્રિકાને કોઈ અગવડ ન પડે તેના માટે સ્વયં સેવકોને સેવા કાર્યમાં જોડવામાં આવશે.