ચોમાસાનું ફળ ગણાતા જાંબુ સહીત તેના ઠળીયા સુગરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ, જાણો તેને ખાવાથી થતા અનેક ફાયદાઓ
- જાંબું ખાવાથઈ અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે
- ડાયાબિટીઝના દર્દીઓ માટે જાંબુ દવા સમાન
ફળો ખાસ કરીને સિઝનેબલ હોય છે, જુદી જુદી ઋતુમાં જુદા જુદા ફળો ખાવા મળતા હોય છે, ત્યારે હાલ હવે ચોમાસાની સિઝન શરુ થવાને આરે છે ત્યારે માર્કેટમાં જાંબુ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, આમ તો આપણે સો જાણીએ છીએ કે જાંબુ સ્વાસ્થ્યનો ખજાનો કહેવાય છે, ડાયાબિટીઝથી લઈને અનેક રોગોને મટાડવામાં જાબુંનું સવન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.જાબુંના ઠળીયા પણ એટલા જ ગુણકારી ગણવામાં આવે છે તેના ઠળીયાને સુકવીને પાવડર બનાવી તેનું સેવન સૂગર મટાડવા માટે કરવામાં આવે છે.
જાણો જાબું ખાવાના અનેક ફાયદાઓ
ડાયાબિટીઝના દર્દીઓ માટે જાબું રામબાણ ઈલાજ ગણાય છે.જાબું ખાવાથી બ્રલડ પ્રેશર અને સુગર નિયંત્રણમાં રહે છેજાંબું ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે.
આ સહીત જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ સમાયેલા હોય છે. આ કીમોથેરાપી અને રેડિએશનમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.ખાસ કરીને જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી દૂર થાય છે.
જાબું ખાવાથી સાંધાના દુખાવાની સમસ્યાથી પીડિત છો કો જાંબુની છાલને ખૂબ જ ઉકાળો અને બચેલા ગોળનો લેપ ઘૂંટણ પર લગાવો. એનાથી તમને લાભ મળશે.જાંબુમાં રહેલા ફાયબરને કારણે તે પેટમાં દુખાવો, એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
જાબું ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓથી પણ બચાવે છેજાંબુમાં મળી આવતું ગ્લૂકોઝ અને પ્રક્ટોઝના રૂપમાં મળી આવતી શુગર તમારા શરીરને હાઇડ્રેટ કરવાની સાથે જ કુલ અને રિફ્રેશ પણ કરે છે.જાંબુ ખાવાથી લોહીનુ સ્તર વધવામાં મદદ પણ મળશે. તે આપણા લોહીમાંથી તે બેક્ટેરિયાને દૂર કરે છે જેના કારણે ત્વચા અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થાય છે.
જાંબુના વપરાશથી શુગરના દર્દીઓ તેમના ખાંડના સ્તરને સંતુલિત કરી શકે છે.જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે.જાંબુનું સેવન કરવાથી ત્વચા નિખરી ઇઠે છે, ચહેરા પર ગ્લો વધે છે.જાંબુની તાસિર ઠંડી ગણાય છે એટલે તેનું સેવન એસિડીટીથી સમસ્યાથી છુટકારો મેળવી આપે છે.પેટમાં બળતરા થતી હોય ત્યારે કાળા મરીમાં શેકેલું જીરૂ મિક્સ કરીને પીસી લો અને તેને જાંબુ સાથે સેવન કરો.જેથી તમને પેટમાં ઠંડક પ્રાપ્ત થશે