Site icon Revoi.in

ભરૂચ: જંબુસરના ગાયત્રી નગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા, સ્થાનિકો ગંદકીથી પરેશાન

Social Share

ભરૂચ: જંબુસરમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીના રહીશો ગટરો ઉભરાવાના કારણે તથા કચરાનો નિકાલ ન થવાના કારણે હાલાકીનો ભોગ બન્યા છે. આ સાથે રોગચાળો ફેલાવવાનો ભય પણ રહેલો છે અને લોકોને દુર્ગંધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જંબુસર નગરપાલિકામાં વર્ષોથી વિકાસ માટેની ગ્રાન્ટો આવતી હોવા છતાં જંબુસરની જનતા મીઠું પાણી, ગટર, રોડ રસ્તા, લાઈટ અને સ્વચ્છ જંબુસર થી વંચિત છે.

જો કે ગુજરાત કેટલાક વિસ્તારો આજે પણ એવા છે કે જ્યાં ગટરની સમસ્યા છે અને લોકો તે સમસ્યાથી હેરાન પરેશાન પણ છે. તે વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ આવતા લોકોને દૂર્ગંધનો સામનો પણ કરવો પડે છે અને કેટલીક વાર તો એ વિસ્તારોમાં પાણી જન્ય રોગ પણ ફેલાતા હોય છે.

કેટલાક લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાથી ચામડીના રોગ પણ થતા હોય છે તેવું જોવા મળે છે. આ પ્રકારને તેઓ દ્વારા અપીલ અને અરજી કરવામાં પણ આવે છે પણ તંત્ર દ્વારા કોઈ ખાસ યોગ્ય પગલાઓ લેવામાં આવતા હોતા નથી.