નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે.
કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, અખિલેશ સિંહ ગેંગના હરીશ સિંહ અને દોષિત કેદી પંકજ દુબે વચ્ચે ગાગીડીહ જેલમાં ટેલિફોન બૂથ પર વાત કરવાને લઈને વિવાદ થયો હતો. જેમાં હરીશ સિંહ ગેંગના સભ્યો સુમિત સિંહ, મનોજ કુમાર સિંહ, અવિનાશ શ્રીવાસ્તવ અને અન્ય હતા. તેણે પંકજ દુબેને માર માર્યો હતો. આ હુમલાના વિરોધમાં, સજા પામેલા કેદીઓએ હરીશ સિંહ જૂથ પર હુમલો કર્યો હતો, હુમલા દરમિયાન મનોજ સિંહ નાસી છૂટ્યો હતો અને જેલના અરુણી સેલના ઉપરના માળે સંતાઈ ગયો હતો. આ પછી 15 દોષિત કેદીઓ અંદર ઘૂસી ગયા હતા અને મનોજ સિંહને માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા મનોજ સિંહને જેલમાંથી એમજીએમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
મૃત્યુદંડની સજા પામેલાઓમાં વાસુદેવ મહતો, અરૂપ કુમાર બોઝ, અજય મલ્લાહ, ગોપાલ તિરિયા, શ્યામુ જોજો, શિવ શંકર પાસવાન, ગંગા ખંડાયત, જાની અન્સારી, પંચાનંદ પાત્રો, પિંકુ પૂર્તિ, સંજય દિઘી, શરદ ગોપ, રામ રાય સુરીન વગેરેનો સમાવેશ થાય છે. મૃતક મનોજ સિંહ ગેંગસ્ટર અખિલેશ સિંહની ગેંગનો સભ્ય હતો અને તેને જેલમાં જ માર મારવામાં આવ્યો હતો. તે મેનિફિટનો રહેવાસી હતો.
(PHOTO-FILE)