જમ્મુ કાશ્મીર: બડગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં 1 આતંકી ઢેર
- બડગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- સુરક્ષા દળોએ એક આતંકીનો કર્યો ઠાર
- સુરક્ષા દળોએ એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ કરી કબ્જે
શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ દ્વારા ફાયરીંગ કરવામાં આવતું હોય છે. દેશનો એવો વિસ્તાર છે કે જ્યાં દુશ્મન દેશની હમેશા ચાપતી નજર રહેતી હોય છે, પરંતુ તેમના નાપાક ઈરાદાઓને સુરક્ષા દળ દ્વારા નાપાક કરવામાં આવે છે. ત્યારે જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એનકાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે.
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.જેમાં સુરક્ષા દળો દ્વારા એક આતંકીને ઢેર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ એક એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ કબ્જે કરી છે. સમાચાર એજન્સી મુજબ, સૈનિકોએ મોરચો સંભાળી લીધો છે.
હજુ ગઈકાલે થન્નામંડી તહસીલના પંગાઈ ગામના જંગલ વિસ્તારમાં આતંકી ઢેર થવાને કારણે પાકિસ્તાનનું મોટું ષડયંત્ર સામે આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં રાજોરી જિલ્લામાં આ સાતમી આતંકી ઘટના છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, રાજોરીને ફરી આતંકવાદની આગમાં ફેંકવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
રાજોરીના ઘણા વિસ્તારો આતંકવાદથી પ્રભાવિત થયા છે, પરંતુ લાંબા સમય સુધી રાજોરી આતંકવાદી પ્રવૃત્તિઓથી સુરક્ષિત હતું. હવે છેલ્લા એક વર્ષથી રાજોરી સુરક્ષિત જોવા મળતું નથી.