જમ્મુ-કાશ્મીરઃ સરહદથી માત્ર 150 મીટરના અંતરે પાકિસ્તાની સુરંગ મળી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે આતંકવાદીઓ સુરંગનો ઉપયોગ કરતા હોવાનું અગાઉ સામે આવ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત સરહદની આસપાસના વિસ્તારમાં સુરંગનોને પણ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના સાંબામાં બીએસએફની 48 બટાલિયન ટીમના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 150 મીટરના અંતરે સુરંગ મળી આવતા સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા.
સીમા પારથી અવાર-નવાર આતંકવાદીઓ ઘુસણખોરી કરવા માટે સુરંગોનો પણ ઉપયોગ કરતા હોય છે. આ પહેલા પણ બીએસએફની ટીમે અલગ-અલગ વિસ્તારમાંથી પાકિસ્તાની સુરંગ શોધી કાઢી હતી. કઠુઆના હીરાનગર સેક્ટરમાંથી પણ આતંરરાષ્ટ્રીય સીમા પાસે એક સુરંગની માહિતી મળી હતી. બીએસએફના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આ સુરંગ આતંકવાદીઓની ઘુસણખોરી માટે બનાવવામાં આવી હતી. આ સુરંગની લંબાઈ લગભગ 150 મીટર છે. આ સુરંગમાં સીમેન્ટની બોરીઓ પણ મળી આવી હતી.
એલઓસી ઉપર સુરક્ષા એજન્સીઓએ સુરક્ષામાં વધારો કરતા હવે ઘુસણખોરી માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. ઓગસ્ટ 2020માં સાંબામાં સરહદના ગામમાં બેન ગ્લાવડની સીમા ઉપર એક સુરંગ મળી હતી. સરહદથી 50 મીટર દૂરથી મળેલી આ સુરંગમાં પાકિસ્તાન નિર્મિત બોરીઓ મળી હતી. જેમાં રેતી ભરેલી હતી.