Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી ઠાર ,અન્ય એક આતંકી ફરાર

Social Share

 

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નજર મંડળાયેલી રહે છે, અવારનવરા અહીંની શઆંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,શ્રીનગર શહેરમાં લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા થયા બાદ વિતેલા દિવસને શુક્રવારની  મોડી સાંજે લશ્કર-એ-તૈયબાના આતંકી આકીબ કુમારને સુરક્ષા દળોએ મૂઠભેદમાં ઠાર માર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આ આતંકી શોપિયાંના ટ્રેંગ ગામનો રહેવાસી છે, આકીબ નવેમ્બર 2020 થી સક્રિય હતો. તેની પાસેથી એક એકે 47 રાઇફલ, બે મેગેઝિન અને ફળોથી ભરેલી બેગ મળી આવી હતી. જો કે અન્ય એક આતંકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વિતેલી રાત્રે અંદાજે સાડા નવ  વાગ્યાના સમયે ગોળીઓના અવાજથી નટીપોરા વિસ્તાર હચમચી ગયો હતો. લગભગ 15 મિનિટ સુધી આ ફાયરિંગ ચાલુ રહ્યું. આ દરમિયાન તમામ દુકાનો બંધ હતી અને વિસ્તારમાંસન્નાટો જોવા મળ્યો હતો. શ્રીનગરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળો એલર્ટ પર છે. બીજી બાજુ, શ્રીનગરના મેથનમાં બીજું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આતંકવાદીઓએ 7 ઓક્ટોબરની મોડી સાંજે શ્રીનગરના સફાકદલ વિસ્તારમાં ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ હુમલો બારીપોરા ઇદગાહ વિસ્તારમાં સીઆરપીએફ કેમ્પ બહાર થયો હતો. જો કે હુમલામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા બાદ અનંતનાગમાં બ્લોક પર વાહન ન રોકવા બદલ એલર્ટ સુરક્ષા દળો દ્વારા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું. એવું કહેવાય છે કે સુરક્ષા દળોએ મોંઘલ પુલ પાસે નાકા લગાવ્યા હતા. આ દરમિયાન ચાંદી રંગની સ્કોર્પિયોને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે વાહન અટકાવ્યું ન હતું. શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે ચેતવણી આપતા સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો