- કુપવાડામાં ત્રણ આતંકીઓનો ખાતમો
- સુરક્ષાદળોએ ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો પ્રદેશ છેકે જ્યા આતંકીઓની પેની નજર હોય છે તેઓ ઘુસણખોરીના પ્રયાસો સહીત અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નમાં રહેતા હોય છે, ત્યારે આજે સુરક્ષાદળોને કુપડાવડામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.સેનાના જવાનોએ ઘુસમખોરી કરતા આતંકીઓના નાપાક ઈરાદા પર પાણી ફેરવ્યું હતું.
જાણકારી પ્જરમાણે મ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સ્થળ પરથી હથિયારો પણ મળી આવ્યા છે.આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસને માહિતી મળી હતી કે કુપવાડાના જુમાગુંડ ગામમાંથી કેટલાક આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માહિતીના આધારે સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી હતી. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. આઈજીપી કાશ્મીરે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા હતા. આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.