Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લામાં સેના અને આતંકી વચ્ચે અથડામણમાં  લશ્કરના એક આતંકીની  ધરપકડ કરાઈ

Social Share

 

શ્રીનગર-  વિતેલા દિવસને શુક્રવારના રોજ જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેનાના જવાનો સાથે ગોળીબારમાં ઘાયલ થયેલા એક આતંકવાદીની ધરપકડ કરી હતી. 

આ ઘટનાને મામલે પોલીસ  અધિકારીએ માહિતી આપી હતી કે લંગતના દંડ કાદલ વિસ્તારમાં સેનાનું એક દળ આતંકવાદીઓના ગોળીબારની ઝપેટમાં આવ્યું હતું   ત્યાર બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી. દરમિયાન, સંયુક્ત રીતે વિસ્તારને કોર્ડન કરીને અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા પછી સુરક્ષા દળોની વધારાની ટુકડી ત્યાં મોકલવામાં આવી હતી.

આ સાથે જ  સર્ચ ઓપરેશન દરમિયાન સંયુક્ત ટીમે એક આતંકીને ઈજાગ્રસ્ત હાલતમાં પકડી પાડ્યો હતો. તેની ઓળખ બારામુલા જિલ્લાના આઝાદગંજના રહેવાસી અબરાર ગોજરી તરીકે થઈ છે.

પોલીસે આ અંગે આપેલી માહિતી પ્રમાણેઅબરાર અગાઉ પથ્થરમારો કરતો હતો અને તાજેતરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાતા પહેલા તેની સામે ઘણી એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી આ સાથએ જ વાંધાજનક સામગ્રી તેની પાસેથી મળી આવી  હતી. હથિયારો અને દારૂગોળો સાથે. , રૂ. 1,41,500 વસૂલ કરવામાં આવ્યા છે.