Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર:પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ,એક આતંકી ઢેર

Social Share

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે આ માહિતી આપી છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,દક્ષિણ કાશ્મીરના પુલવામાના ગુંડીપુરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળી હતી.જે બાદ સુરક્ષા દળોએ રવિવારે ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો, જેનો સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું.

અધિકારીએ સોમવારે કહ્યું કે,આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. અગાઉ,અધિકારીઓએ કહ્યું હતું કે શહીદ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદના હત્યારાઓમાંના એક સહિત જૈશ-એ-મોહમ્મદના બે સ્થાનિક આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં ફસાયા હતા.કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે,એન્કાઉન્ટરમાં ફસાયેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓમાં 13 મેના રોજ પુલવામામાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદની હત્યાનો આરોપી આતંકવાદી પણ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,દક્ષિણ કાશ્મીરના બિજબેહરાના ક્ષિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે જણાવ્યું હતું કે કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.