જમ્મુ-કાશ્મીરઃ ડ્રોનના હુમલાઓને અટકાવવા કેમ્પમાં એન્ટી ડ્રોન યંત્ર તૈનાત કરવાની સીઆરપીએફની કવાયત
- જમ્મુ કાશ્મીરમાં ડ્રોનના હુમલાને રોકવામાં આવશે
- સીઆરપીએફ દ્રાવા આ માટેની કવાયત શરુ
- કેમ્પના એન્ટિ ડ્રોન યંત્ર સ્થાપિત કરાશેટ
- દુશ્મનો સામે જવાબ આપવાની આકરી તૈયારીમાં સેવા
શ્રીનગરઃ- તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ડ્રોલની હિલચાલ વધતી જોવા મળી રહી છે, ડ્રોનથી થતા હુમલાની ઘટનાને લઈને દુશ્મનોને જવાબ આપવા સેના હવે આકરી તૈયારી કરી રહી છે,સીઆરપીએફ તેમના કેમ્પને ડ્રોન એટેકથી બચાવવાની કવાયત હાથ ધરી છે. જે રીતે એરફોર્સ સ્ટેશન પર હુમલો થયો હતો. ત્યાર બાદ તમામ સુરક્ષા એજન્સીઓ માટે તે એક પડકાર બની ગયું છે.
ત્યારે હવે આ પડકારો સામે જવાબ આપવો એક મથામણ બની છે.ખાસ કરીને સીઆરપીએફ માટે. કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ પછી રાજ્યની બીજી સૌથી મોટી તાકાત સીઆરપીએફ ગણાય છે.જેને લઈને હવે આ પ્રકારના હુમલાઓ સામે તેઓએ ખાસ કવાયત હાથ ધરી છે.
સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે કેમ્પમાં ડ્રોન હુમલાઓને રોકવા અને તેને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખૂબ જ જલ્દીથી ડ્રોન વિરોધી ઉપકરણો અને કર્મીઓની ખાસ તૈનાત કરવામાં આવશે.
આ હુમલામાં આરડીએક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શક્ય છે કે ભવિષ્યમાં આતંકવાદીઓ આરડીએક્સનો ઉપયોગ એ જ રીતે હુમલા કરવામાં અને ડ્રોન દ્વારા હુમલો કરવા માટે કરી શકે, જેને લઈને હવે સેના સજ્જ બની છે,સીઆરપીએફ ખાસ આ સાથે વ્યવહાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ટૂંક સમયમાં આ અંગેનું કામ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે એરફોર્સ સ્ટેશન પર હુમલો થયા પછી સીઆરપીએફના ડીજીએ પણ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.