- આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- એક આતંકી માર્યો ગયો
- શોપિયાના હાજીપોરામાં બની ઘટના
- સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ : દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હાજીપોરા વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. પોલીસ અને આર્મીની 34 આરઆરની સંયુક્ત ટીમે હાજીપોરામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી રહી હતી, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના પગલે એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો છે.
આ પહેલા બુધવારે શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી માર્યો ગયો હતો.
પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના શિરમલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની સુચનાથી સુરક્ષા દળોએ એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે જાણ થયા બાદ તેમને શરણાગતિ માટેની તક આપવામાં આવી.પ્રવક્તાએ કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી.સુરક્ષા દળોએ કરેલા જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો.