જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ
- આતંકીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- છેલ્લા 24 કલાકમાં આ ત્રીજું અથડામણ
- કુલગામના રેડવાની વિસ્તારમાં અથડામણ
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર કુલગામના રેડવાની વિસ્તારમાં થઈ રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સુરક્ષા દળો સાથે પોલીસે મોરચો સંભાળી લીધો છે. છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ત્રીજી અથડામણ છે. ગુરુવારે, દક્ષિણ કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગે બાતમી માહિતી પ્રાપ્ત કર્યા બાદ કુલગામ જિલ્લાના જોદાર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ આ કાર્યવાહી એન્કાઉન્ટરમાં ફેરવાઈ હતી. છેલ્લો અહેવાલ પ્રાપ્ત થયો ત્યાં સુધી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના પુચલ વિસ્તારમાં પણ એક એન્કાઉન્ટર થયું હતું, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બનાવ અંગે વિસ્તૃત માહિતીની રાહ જોવામાં આવી રહી છે