ટાર્ગેટ કિલિંગને ઘટનાને લઈને જમ્મુ-કાશ્મીરની સરકાર એક્શનમાં- હિન્દુ કર્મચારીઓને જિલ્લા મુખ્યાલયોમાં શિફ્ટ કરાશે
- ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ કાશ્મીર સરકારનો નિર્ણય
- હિન્દુ કર્મીઓને મુખ્યાલયોમાં શિફ્ટ કરવામાં આવશે
શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી આતંકીઓ જમ્મુ કાશ્મીરના નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે, પહેલા ટીવી અભિનેત્રી અમરિનની ગોળીમારીને હત્યા કરી ત્યાર બાદ એક સ્કુલની શિક્ષિકાની હત્યા અને આજે ફરી રાજ્યથાનના બેંક કર્મીની હત્યા કરવામાં આવી છે,જેને લઈને કાશ્મીરમાં હિન્દુ પંડિતો પ્રદર્શન કરી રહ્યા હતા પોતને સહી સલામત જગ્યાએ ખસેડવાની માંગ કરી રહ્યા હતા ત્યારે હવે આ ચાર્ગેટ કિલિંગની વઘતી જતી ઘટનાને લઈને જમ્મુ કાશ્મીરની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગને લઈને થઈ રહેલા વિરોધ વચ્ચે એલજી પ્રશાસને ખીણમાં તૈનાત કાશ્મીરી હિંદુ અને લઘુમતી સમુદાયના તમામ કર્મચારીઓને વડા પ્રધાનના પેકેજ હેઠળ સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. આ તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા 6 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
સત્તાવાર સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે કાશ્મીર ઘાટીમાં તૈનાત પીએમ પેકેજ અને લઘુમતી સમુદાયના કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલજીએ કડક સૂચનાઓ આપી છે. જો 6 જૂન સુધીમાં સલામત સ્થળે તૈનાતની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો કડક સંજ્ઞાન લેવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે આ સાથે જ કર્મચારીઓની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે ખાસ ફરિયાદ સેલની સ્થાપના કરવામાં આવશે. ઈ-મેલ દ્વારા સેલમાં ફરિયાદો નોંધાવી શકાશે જે અધિકારીઓ સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ આદેશો જારી કર્યા હતા.
આ સાથે જ કર્મચારીઓની સુરક્ષા માટે તૈનાતીની સાથે આવાસ માટે પણ વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક સુનિશ્ચિત કરશે કે આ કર્મચારીઓના રહેઠાણ સુરક્ષિત સ્થળોએ છે. આવાસ ફાળવતી વખતે ધ્યાન રાખવામાં આવશે કે સંબંધિત વિસ્તાર અલગ ન રહે.