- 350 પરિવારોને ભારતીય સેનાની સહાય
- રાશન તેમજ મેડીકલ કીટનું કર્યું વિતરણ
- ભારતીય સેનાનો માન્યો આભાર
જમ્મુ-કાશ્મીરના રામબનમાં દુર્ગમ વિસ્તારોના લોકો માટે ભારતીય સેના દેવદૂત બનીને પહોંચી હતી. વૈશ્વિક મહામારી વચ્ચે રામબન જિલ્લામાં ભારતીય સેનાના એકમ દ્વારા ભારતીય સેનાના કાર્યક્રમ “કોરોના મુક્ત આવામ” અંતર્ગત સમંદર, ડાગનારી, બંજ, બાજો અને માલપટ્ટી વિસ્તારોમાં રહેતા 350 પરિવારોને રાશન અને મેડીકલ કીટનું વિતરણ કર્યું હતું.
આ કીટમાં રામબન જિલ્લાના દૂરદરાજ અને ઉચ્ચતર વિસ્તારોમાં રહેતા લોકો માટે રોજિંદી જરૂરીયાતની વસ્તુઓ હતી. હાલમાં આ વિસ્તારોમાં વસતા સ્થાનિક લોકો મૂળભૂત સુવિધાથી વંચિત છે.
માર્ગ કનેક્ટિવિટીના અભાવે અહીં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.તો રાશન કીટમાં કઠોળ, ચોખા, લોટ અને કુકિંગ ઓઈલ અને મેડીકલ કીટ મેળવી સરપંચો અને સ્થાનિક લોકોએ ભારતીય સેનાનો આભાર માન્યો હતો.
દેવાંશી-