- જમ્મુ અને કાશ્મીરમાં શિવમંદિરનો સેનાએ કર્યો જીણોદ્ધાર
- શિવજીનું મંદિર 106 વર્ષ જુનું
- ભક્તોને જલ્દી દર્શન કરવા મળે તેવી સંભાવના
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એક પ્રાચીન શિવ મંદિરનો ભારતીય સેના દ્વારા જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેને મંગળવારે સામાન્ય લોકો માટે ખોલ્યું. વર્ષ 1915માં બનેલા આ મંદિર અભિનેતા રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપ કી કસમના પ્રખ્યાત ગીત ‘જય જય શિવ શંકર’માં પણ જોવા મળ્યું હતું.
આ બાબતે સેનાના એક અધિકારીએ કહ્યું કે ગુલમર્ગમાં, સ્થાનિક લોકોની મદદથી સૈન્યની બટાલિયનએ શિવ મંદિરની સંપૂર્ણ મરામત કરી અને મંદિર તરફ જતા માર્ગને ફરીથી બનાવ્યો.
આ શિવ મંદિર 1915માં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિ સિંહની પત્ની મહારાણી મોહિની બાઇ સિસોદિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઘણા સમયથી શિવ મંદિરના વિસ્તૃત નવીનીકરણ અને ફરીવાર સ્થાપવાની જરૂરિયાત અનુભવાતી હતી.
જીર્ણોદ્ધાર થયેલ શિવ મંદિરના પુન:સ્થાપન પ્રસંગે મંદિરના કાર્યકારી ગુલામ મોહમ્મદ શેખે કહ્યું હતું કે “શિવ મંદિર કાશ્મીરની બહુવચન સંસ્કૃતિ અને તેના ભવ્ય વારસાની સાક્ષી છે.” તેમણે ગુલમર્ગ સમુદાયને કોઈ પણ ધાર્મિક પૂર્વગ્રહ વિના અને કાશ્મીરિયતના ખરા અર્થમાં સમુદાયની સેવા ચાલુ રાખવા હાકલ કરી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિગેડિયર બી.એસ. ફોગાટે કહ્યું, “તે બધાને ખબર છે કે કાશ્મીર પૃથ્વી પર સ્વર્ગ છે પરંતુ કાશ્મીરની વાસ્તવિક સુંદરતા તેના લોકો છે.
ગુલમર્ગ એ એક પર્યટક સ્થળ છે અને ભારતીય સૈન્ય અને નાગરિક વહીવટને ધ્યાનમાં રાખીને, અમે પુન:સ્થાપનનું કામ કર્યું અને સ્થાનિક લોકોએ ઘણી મદદ કરી અને અમે પહેલ કરી પણ તે દરેકના પ્રયત્નોથી કરવામાં આવ્યું.” કાશ્મીર ટૂરિઝમ વિભાગની મદદથી મંદિરનું ફરીથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.