Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: પૂંચમાં JKGFનો આતંકવાદી વિસ્ફોટકો સાથે ઝડપાયો

Social Share

જમ્મુઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) ના એક આતંકવાદીના સાગરિતને વિસ્ફોટકો અને દારૂગોળો સાથે ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે પોથા બાયપાસ પર સીઆરપીએફની સાથે પોલીસ અને સેનાની સંયુક્ત ચોકી બનાવવામાં આવી હતી અને સર્ચ દરમિયાન સુરક્ષાકર્મીઓએ એક વ્યક્તિને સુરનકોટ બાજુથી શંકાસ્પદ રીતે આવતો જોયો હતો.

પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષા દળોને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતર્ક દળોએ તેને પકડી લીધો. તેણે કહ્યું કે, તલાશી દરમિયાન તેના કબજામાંથી એક બેગ મળી આવી હતી, જેમાં ત્રણ હેન્ડ ગ્રેનેડ, વિસ્ફોટક સામગ્રી અને અન્ય ગુનાહિત સામગ્રી હતી.

પ્રારંભિક તપાસમાં તેની ઓળખ દરીયાલા નૌશેરાના રહેવાસી મોહમ્મદ શબ્બીર તરીકે થઈ હતી, જે PoK હેન્ડલર અઝીમ ખાન ઉર્ફે મુદીરના સંપર્કમાં હતો, જેણે તેને સુરનકોટ શહેરમાંથી આ કન્સાઈનમેન્ટ લાવવાની સૂચના આપી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે તેમજ સમગ્ર બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ વિસ્ફોટકો ક્યાંથી અને કોની પાસે લાવ્યો હતો અને આરોપી તેને કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.