Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ- પાકિસ્તાને મોડી રાતે પુંછ વિસ્તારમાં ફરી યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, સેનાએ આપ્યો મૂહતોડ જવાબ

Social Share

દિલ્હીઃ-જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર પાકિસ્તાન નાપાક હરકત કરતું રહે છે ત્યારે ફરી એક વખત પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન એ પુંછ જીલ્લામાં બાલાકોટ સેક્ટરમાં માડી રાતે અંદગાજે 10 વાગ્યે આસપાસ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

આ પહેલા પાકિસ્તાની સેનાએ ગઈકાલે સાંજે પણ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન સૈનાએ સતત સાતમા દિવસે લાઇન ઓફ નિયંત્રણ પર દિગવાર અને માલતી સેક્ટરમાં લશ્કરી ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. સેનાએ પણ તેનો વળતો યોગ્ય જવાબ આપ્યો.  જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, ત્યાર બાદ ફરી મોડી રાતે ગોળીબાર કરવાનું પાકિસ્તાને કાવતરું કર્યું.

પ્રાપ્ત વિગતો અનુસાર વિતેલા દિવસને રવિવારે સાંજે લગભગ 5.40 વાગ્યે પાકિસ્તાને ગોળીબાર શરુ કર્યો હતો. પહેલા નાના હથિયારોનો ઉપયોગ કર્યો  અને ત્યાર બાદ મોર્ટાર અને ચલાવવું શરૂ કર્યું. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ બચવા સલામત સ્થળોએ આશરો લીધો હતો. આ વિસ્ફોટોનો અવાજ પૂંછ નગર સુધીના કેટલાક કિલોમીટર દૂર  સાંભળાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બહાર આવી રહ્યું નથી, નવા વર્ષના પહેલા જ દિવસે પાકિસ્તાન એ નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની બાજુમાં બે વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને સેનાની આગળની ચોકીઓને નિશાન બનાવ્યું હતું, જેમાં સેનાના નાયબ સુબેદાર રવિંદર સિંહ શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં પરાકિસ્તાની સેનાનો એક જવાન પણ માર્યો ગયો હતો, ત્યારે વિતેલી રાતે ફરી પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો,જો કે સેનાએ તેનો પણ વળતો જવાબ આપ્યો હતો.

સાહિન-