જમ્મુ-કાશ્મીરના સાંબા જીલ્લામાં સ્થિત આઈટીબીપી કેમ્પમાં ફરી પાકિસ્તાની ડ્રોને બે વખત પ્રવેશવાનો પ્રયત્ન કર્યો
- જમ્મુ કાશ્મીરમાં ફરી દેખાયું ડ્રોન
- આઈટીબીપી કેમ્પના ઘુસવાના પ્રયત્નો રહ્યા નિષ્ફળ
શ્રીનગરઃ- જમ્મું-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રોન દેખાવાની ઘટના સતત બનતી જોવા મળી રહી છે, દુશ્મન દેશ પાકિસ્તાન અવાર-નવરા તેના ડ્રોન કાશ્મીરમાં મોકલવાના પ્રયત્નો કરતું જોવા મળે છે ત્યારે વિતેલા દિવસની સાંજે ફરી એક વખત સાંબા જીલ્લામાં ડ્રોન દેખાયું હતું.
મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ડ્રોન બે વખત ઘૂસણખોરી કરી હતી. શનિવારે મોડી સાંજે, ડ્રોન પ્રથમ ચલિયાડીથી પ્રવેશ્યું અને હાઇવેની ઉત્તર બાજુએ સ્થિત આઇટીબીપી કેમ્પ પર ફર્યા બાદ પાકિસ્તાન પરત ફર્યું. ત્યાર બાદ ફરી બીજી વખત જાતવાલમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.
આ વિસ્તારમાં ડ્રોન દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો, ડ્રોન દેખાવાના પગલે સેના સહિત અન્ય સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઈકાલે રાતે અંદાજે સવા આઢ વાગ્યે આસપાસ ચલિયાડીથી આ ડ્રોને ઘુસણખોરી કરી હતી, કહેવામાં આવી રહ્યું છે કે બબ્બર નાલાના રુટ પર 400 મિટર ઉપરથી ઉડતું ડ્રોન રેઊ સ્થિત આઈટીબીપી કેમ્પ પર મંડળાઈ રહ્યું હતું ત્યાર બાદ ડ્રોન સનુરા,લાલા ચક થી થઈને ચલિયાડીથી બીજી પાર જતુ રહ્યું હતું.
જ્યારે સુરક્ષા દળો આ વિસ્તારમાં ઘેરાબંધી કરી રહ્યા હતા, તેના થોડા સમયમાં જ જતવાલમાં પણ ડ્રોન ઉડતું જોવા મળ્યું. જેને જોતા તાત્કાલીક સેના ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંચ કિલોમીટરના અંતરે બે અલગ-અલગ જગ્યાએ ડ્રોન દેખાવાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.