નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ફંડિંગને લઈને ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અર્ઘલશ્કરી દળો અને સ્થાનિક પોલીસની મદદથી એઆઈએની ટીમે દરોડા પાડ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફિંડિંગ મારફતે કેટલાક લોકો અને સંસ્થાઓએ આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપે છે. અગાઉ ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએની ટીમે અલગાવવાદી નેતા યાસિન મલિક સહિત અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ એનઆઈએ દ્વારા ટેરર ફંડિંગને લઈને તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આજે અર્ઘલશ્કરી દળ અને સ્થાનિક પોલીસની મદદથી જમ્મુ-કાશ્મીરના બારામુલાથી દરોડા પાડવાનું હોવાનું જાણવા મળે છે. ગત વર્ષે નવેમ્બરમાં પણ NIAએ રાષ્ટ્રીય આતંકવાદી ફંડિંગના કેસમાં શોપિયાંમાં દરોડા પાડ્યા હતા. આ જિલ્લામાં રાજકીય કાર્યકરો અને સરકારી કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન બે આતંકવાદીઓને એન્કાઉન્ટમાં ઠાર મારવામાં આવ્યાં હતા. જે પૈકી એક આતંકવાદી બેંક મેનેજરની ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટની કિલિંગની ઘટનાઓ વધી છે. આતંકવાદીઓ કાશ્મીરી પંડિતો અને બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યાં છે. જેથી કાશ્મીરી પંડિતોમાં રોષ ફેલાયો છે, તેમજ આવા તત્વોને ઝેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.