જમ્મુ-કાશ્મીરઃરાજૌરી પ્રવાસ પર જઈ શકે છે રાજનાથ સિંહ,બીજેપી નેતાએ રક્ષા મંત્રી પાસે કરી આ માંગ
દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના રાજૌરીની મુલાકાત લઈ શકે છે.સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે,રાજનાથ સિંહ 26 જાન્યુઆરી પછી રાજૌરીની મુલાકાત લે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓ મંગળવારે દિલ્હીમાં રાજનાથ સિંહને મળ્યા હતા.
મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓએ રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી હતી.નેતાઓએ માંગ કરી હતી કે,રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ નક્કર કરવામાં આવે.
તાજેતરમાં જ આતંકવાદીઓએ રાજૌરીના ડાંગરી ગામમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતા.આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારમાં લગભગ સાત લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.સુરક્ષા દળોએ રાજૌરી હુમલાનો બદલો લીધો છે.સુરક્ષા દળોએ બાલાકોટમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા, જે બંને રાજૌરી હુમલામાં સામેલ હતા.બાકીના આતંકીઓની હજુ પણ શોધ ચાલી રહી છે.એવી આશંકા છે કે આતંકવાદીઓને સ્થાનિક લોકોનું સમર્થન મળી રહ્યું છે.