નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને શોપિયામાંથી ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ત્રણેય આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યાં હતા. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં મોતનો સામાન મળી આવતા સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં કલ્લર વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. પોલીસે તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સેના અને સીઆરપીએફએ સાથે મળીને કાર્યવાહી કરીને બંને આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ બંનેની ઓળખ ગૌહર મંજૂર ભટ અને આબિદ હુસેન નંદા (બંને રહે, દ્રબગામ, પુલવામા) તરીકે થઈ છે. તેમની પાસેથી એક પિસ્ટલ, એક ગ્રેનેડ, 10 રાઉન્ડ અને આઠ હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત શોપિયામાંથી સુરક્ષા જવાનોએ લશ્કર-એ-તૈયબાના એક સક્રિય આતંકવાદી આદિલ ગનીની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેની મોહંદપોર ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેમજ તેની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
સુરક્ષા જવાનોએ ત્રણેય આતંકવાદીઓને ઝડપી લઈને તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુરક્ષા એજન્સીઓએ તેમના સાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં અનેક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.