જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે અલ-બદરના ચાર આતંકવાદોની ધરપકડ
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન કરીને અલ-બદરના ચાર આતંકવાદીઓને ઝડપી લઈને તેમની પાસેથી શસ્ત્રો અને મોટી સંખ્યામાં દારૂગોળો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ પાસે મોટી સંખ્યામાં મોતનો સામાન મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના આવંતિપોર જિલ્લામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અલ-બદરના ચાર આચંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી એકે 56 રાઇફલ, એકે 56 મેગેઝિન, એક હેન્ડ ગ્રેનેડ અને 28 રાઉન્ડ કારતૂસ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવતા સુરક્ષાદળોના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે મોટી સંખ્યામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે.