જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
- સુરક્ષા દળોને મળી મોટી સફળતા
- એન્કાઉન્ટરમાં એક આતંકીને કર્યો ઠાર
- સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.અહીં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે,આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે.જમ્મુ અને કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને કહ્યું, “અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદીઓનો મજબૂતીથી સામનો કરી રહ્યા છે.
બે દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે,જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે સેના એ ધુસણખોરીના પ્રયાસને નાકામ કર્યો કર્યો.અને તે દરમિયાન એક આતંકી માર્યો ગયો.અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે,સુરક્ષા દળોએ રવિવારે મોડી રાત્રે નોશેરા વિસ્તારમાં નિયંત્રણ રેખા પાસે શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ.જે બાદ ઘુસણખોરોને લલકારવામાં આવ્યા અને અથડામણ શરૂ થયું.બાદમાં એક આતંવાદીનો મૃતદેહ મળી આવ્યો અને તેની પાસેથી હથિયાર અને ગોળા-બારૂદ પણ મળી આવ્યા હતા.