જમ્મુ-કાશ્મીરઃ- સુરક્ષાદળોએ આતંકીઓના ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો – ત્રણ આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ
- પાકિસ્તાનની નાપાક હરકત
- જમ્મુમાં આતંકીઓની ઘુસણખોરીને સેનાએ નિષઅફળ બનાવી
- 3 આતંકવાદીઓ ઢેર,ગોળીબારમાં 4 જવાનો પણ ઘાયલ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની સીમાઓ પર યgદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે ,જો કે ભારતીય સુરક્ષા દળો તરફથી પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ સુરક્ષા દળોએ આતંકીઓની ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ત્રણ ઘૂસણખોરો સૈન્ય દ્વારા ઢેર કરાયા છે. આ સમયગાળા દરમિયાન ચાર લશ્કરી જવાનો પણ ઘાયલ થયા હોવાના સમાચાર છે. સેનાએ ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને આતંકીઓના નાપાક ઈરાદાને નાકામ કર્યા છે.
સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહ્તી મુજબ, આતંકવાદીઓની ઘૂસણખોરીને સરળ બનાવવા માટે પાકિસ્તાની સેનાએ એલઓસીના અખનૂર સેક્ટરના ખોર વિસ્તારમાં મંગળવારની સાંજથી ભારે ગોળીબાર કરવાનું શરૂ કર્યુ હતુ.
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં સૈન્યના ચાર જવાન ઘાયલ થયા છે. આ સમય દરમિયાન, ભારતીય સેનાની કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર નરાયા છે તેમજ ઘૂસણખોરીના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા હતા.
આ ઘર્ષણમાં માર્યા ગયેલા આતંકીઓના દેહ એલઓસીની પાકિસ્તાનની સરહદ બાજુમાં પડેલા છે અને તેઓને હજી સુધી પાકિસ્તાની સૈન્ય દ્વારા લઈજવામાં આવ્યા નથી.વર્ષ 2021 માં એલઓસી પર પાકિસ્તાન દ્વારા આ કરવામાં આવેલું આ પહેલું મોટું યુદ્ધવિરામનો ભંગ છે.
સાહિન-