Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં 3 દિવસમાં સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદને ખમત કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 3 દિવસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 10 આતંકવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે. જેમાં ટીવી અભિનેત્રીની ગોળી મારીને હત્યા કરનારા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગની ઘટના બની રહી છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની ગોળીમારીને હત્યા કરાઈ હતી. દરમિયાન ટીવી અભિનેત્રી અમરીન ભટની હત્યાની ઘટના ગઈકાલે સામે આવી હતી. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિને નાથવા કવાયત આરંભી છે. ટીવી અભિનેત્રીની હત્યા કરનારા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને પોલીસે એન્કાઉન્ડરમાં ઠાર માર્યાં છે. શાહિદ મુશ્તાક ભટ (રહે હફરુ ચાડૂરા, બડગામ) અને ફરહાન હબીબ (રહે, હકરીપોરા, પુલવામાને ઠાર મારવામાં આવ્યા હતા. આ બંને તાજેતરમાં આતંકવાદી સંગઠનમાં સામેલ થયા હતા. બંને આતંકવાદીઓએ લશ્કરના કમાન્ડર લતીફની સુચનાને ટીવી અભિનેત્રીની ઘાતકી હત્યા કરી હતી. આતંકવાદીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન આરંભીને છેલ્લા 3 દિવસમાં જ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના 3 અને લસ્કર-એ-તૈયબાના સાત આતંકવાદીઓનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓએ કાશ્મીર ઘાટીમાં તપાસ શરૂ કરી છે. બીજી તરફ અલગાવવાદી નેતા યાસીન મલિકને આતંકવાદી પ્રવૃતિ અને આતંકી ફંડીંગ કેસમાં આજીવન કેસની સજા ફરમાવી હતી. દરમિયાન યાસીનના સમર્થકોએ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો.

(તસ્વીર- પ્રતિકાત્મક)