Site icon Revoi.in

જમ્મુ કાશ્મીર આતંકીઓનું કાવતરુ નિષ્ફળ – અરનિયા ક્ષેત્રમાં ડ્રોન દેખાતા BSF ના જવાનોએ કર્યું ફાયરિંગ

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ દ્રારા શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ફરી અરનિયા ક્ષેત્રેમાં સીમા પાર એક ડ્રોન જોવૈ મળ્યું હતું જો કે બીએસએફના જવાનોએ સતત ફાયરિંગ કર્યું હતું

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજ રોજ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના અરનિયા સેક્ટરમાં સંભવિત ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. સીમા સુરક્ષા દળની કાર્યવાહી બાદ તે પરત ફર્યુ હતું  આ જાણકારી બીએસએફ દ્રાર આપવામાં આવી આપી છે.

મીડિયા એહેવાલ પ્રમાણે BSFએ જણાવ્યું કે ગુરુવારે સવારે  4.15 વાગ્યે અરનિયા સેક્ટરમાં એક લાઈટ ઝબકતી જેવી વસ્તુ જોવા મળી. તે ડ્રોન હોવાની શંકા હતી. આ પછી બીએસએફના  જવાનોએ ગોળીબાર કર્યો, જેના કારણે તે પાછું ફર્યુ.ઉલ્લેખનીય છે કે  સોમવારે પણ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન ડ્રોન દ્વારા છોડવામાં આવેલા ત્રણ સ્ટીકી બોમ્બ મળી આવ્યા હતા.

ડ્રોન દ્વારા સરહદ પાર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ વ્યૂહરચનાના ભાગરૂપે  મોકલવામાં આવી રહ્યા છે. જે મોટાભાગે હાઇવે નજીક જ ઉતારવામાં આવી રહ્યા છે. જેનો હેતુ એ છે કે આતંકીઓ માટે કામ કરી રહેલા મદદગારો સુધી આઈઈડી સરળતાથી પહોંચી શકે. છેલ્લા કેટલાક દિવસોમાં સરહદ પારથી ડ્રોન છોડવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.