Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના પિંગલાનામાં આતંકી હુમલો,એક પોલીસકર્મી શહીદ,1 CRPF જવાન ઘાયલ

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે.જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો, જ્યારે એક CRPF જવાન ઘાયલ હોવાનું કહેવાય છે.માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, રવિવારે પુલવામાના પિંગલાનામાં આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધખોળ શરૂ છે.

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે આ બીજો આતંકવાદી હુમલો છે.આના થોડા કલાકો પહેલા શોપિયાંમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.જેમાં એક આતંકી માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર શોપિયાંના બસકુચનમાં થયું હતું.માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નૌપોરા બસકુચનના રહેવાસી નસીર અહેમદ ભટ્ટ તરીકે થઈ છે, જે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.જમ્મુ અને કાશ્મીર પોલીસના એડીજીપીએ કહ્યું કે માર્યા ગયેલા લશ્કરી આતંકવાદી પાસેથી દારૂગોળો, પિસ્તોલ, એકે રાઈફલ્સ સહિત ઘણા હથિયારો મળી આવ્યા છે.તે અનેક આતંકવાદી ગુનાઓમાં સંડોવાયેલો હતો અને તાજેતરમાં એક એન્કાઉન્ટરમાંથી ભાગી ગયો હતો.

આ પહેલા 30 સપ્ટેમ્બરે બારામુલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.કાશ્મીર ઝોનના ADGP વિજય કુમારે જણાવ્યું હતું કે,બંને સ્થાનિક આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. આ સિવાય શોપિયાંમાં પણ સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા, પરંતુ આતંકીઓ ફરાર થઈ ગયા હતા.