- આતંકીઓએ પોલીસ ચોકીને બનાવી નિશાને
- ગ્રેનેડ ફેકીને હુમલો કરવાનો કર્યો પ્રયાસ
- સદનસીબે જાનહાનીના કોઈ સમાચાર નથી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સોપોર બસ સ્ટેન્ડ નજીક પોલીસ સ્ટેશન પર આંતકવાદીઓંએ ગ્રેનેડ ફેકીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જમ્મુ- કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આ ગ્રેનેડ ચોકી પર ન જઈને બહાર તરફ બ્લાસ્ટ થયો હતો,જેના કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી.હાલ સમગ્ર મામલે વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.
આ પહેલા શોપિયા જિલ્લામાં આતંકી સંગઠન હિજ્બુલ મુજાહિદીન સાથે જોડાયેલ 7 લોકોની ઘરપકડ કરવામાં આવી હતી.કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે, આંતકવાદી સંગઠન હિજ્બુલ મુજાહિદીન માટે કામ કરનાર સાત લોકોને શોપિયા પોલીસે ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ થયેલા લોકો પાસેથી આપતિજનક સામગ્રી મળી આવી છે. સમગ્ર મામલો નોંધી તપાસ હાથ ઘરવામાં આવી છે.
આ મંગળવારે સોપોર વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન અલ-બદ્રના કમાન્ડર અબ્દુલ ગની ખ્વાઝાની હત્યા કરી હતી.કાશ્મીરના આઈજી વિજય કુમારએ જણાવ્યું હતું કે, સોપોર પોલીસને કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાની ખબર મળી હતી. પોલીસે સીઆરપીએફ અને સેનાને સુચના આપી ,જે બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી બે આતંકી ભાગવામાં સફળ રહ્યા હતા.
-દેવાંશી