Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ, 11 ત્રાસવાદીઓની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો સુરક્ષા એજન્સીએ પર્દાફાશ કરીને 3 હાઈબ્રિડ સહિત 11 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સુરક્ષાદળોએ પકડેલા આતંકવાદીઓમાં એક સગીર હોવાનું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના આતંકવાદીઓ સતત સંપર્કમાં હતા. આ આતંકવાદીઓ અનંતનાગમાં સુરક્ષાદળો ઉપર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જો કે, તે પહેલા જ તેમને દબોચી લેવામાં આવ્યાં છે. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને આપત્તિજનક સામગ્રી મળી આવી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ અનંતનાગ જિલ્લાના શ્રીગુફવારા અને બિજબિહાર વિસ્તારોમાં સુરક્ષા દળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાની માહિતી મળી હતી. જેના આધારે અનેક જગ્યાએ નાકા લગાવીને ચેકિંગ શરૂ કરાયું હતું. જ્યારે બાઇક પર સવાર ત્રણ લોકોને શ્રીગુફવારાના સાખરા ક્રોસિંગ પર બ્લોક પર રોકવાનો સંકેત આપવામાં આવ્યો, ત્યારે તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. સતર્ક સૈનિકોએ તેમના પર કાબૂ મેળવ્યો હતો અને તલાશી દરમિયાન તેમની પાસેથી બે ચાઈનીઝ પિસ્તોલ, મેગેઝીન અને ગોળીઓ મળી આવી હતી.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેમના નામ અબ્બાસ અહેમદ ખાન અને હિદાયતુલ્લા કુટ્ટે (રહે. લીવર-પહલગામ) અને ઝહૂર અહેમદ ગોજરી (રહે. વિદ્દે-શ્રીગુફવારા) હોવાનું ખુલ્યું હતું. આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, તે જૈશના પાકિસ્તાની હેન્ડલર સાથે સીધા સંપર્કમાં છે. હેન્ડલરના કહેવા પર તેઓ શ્રીગુફવારામાં પોલીસ અને સુરક્ષા દળો પર હુમલો કરવા જઈ રહ્યા હતાપોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આતંકવાદીઓની માહિતીના આધારે વધુ બે આતંકવાદીઓ શાકિર અહેમદ ગોજરી (રહે. વિદ્દે-શ્રીગુફવારા) અને મુશર્રફ અમીન શાહ (કાત્સુ-શ્રીગુફવારા)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ પોલીસે બિજબિહાર વિસ્તારમાં બીજા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તેમજ KFFના છ આતંકવાદીઓની ધરપકડ કરી. તેઓની ઓળખ ફયાઝ અહેમદ ખાન (લીવર-પહલગામ), મુન્તાઝીર રશીદ મીર (યાનેર-પહલગામ), મોહમ્મદ આરીફ ખાન (મંદાર ગુંદ સખરા), આદિલ અહેમદ તંત્રે (હાટીગામ), ઝાહીદ અહેમદ નઝર (લીવર-પહલગામ) તરીકે થઈ હતી. એક સગીરની પણ ધરપકડ કરવામાં આવી છે.