1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે હિટલિસ્ટ તૈયાર કર્યું, પંડિતો નિશાના ઉપર
જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે હિટલિસ્ટ તૈયાર કર્યું, પંડિતો નિશાના ઉપર

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે હિટલિસ્ટ તૈયાર કર્યું, પંડિતો નિશાના ઉપર

0
Social Share

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બે હાઈબ્રિડ આતંકવાદીઓને મારક હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યાં હતા. પોલીસે આતંકવાદીઓ  પાસે 15 પિસ્ટલ, 30 મેગેજીન, 300 કારતુસ અને એક સાઈલેન્સર મળી આવ્યું હતું. આ હથિયારોનો ઉપયોગ ટાર્ગેટ કિલીંગમાં કરવાનો હતો. આતંકવાદીઓના નિશાના ઉપર કાશ્મીરી પંડિતો અને બિન-કાશ્મીરી હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળીને હિટલિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં કાશ્મીરના લઘુમતી સમુદાયના લોકોના નામ છે. આતંકવાદીઓ તેમને મારીને ઘાટીમાં તણાવ ઉભુ કરવા માંગતા હોવાનું જાણવા મળે છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારએ જણાવ્યું હતું કે, બે સ્થાનિક આતંકવાદીઓને આપત્તિજનક સામગ્રી અને મારક હથિયારો ઝબ્બે કરવામાં આવ્યાં હતા. હથિયારો શ્રીનગરમાં ટાર્ગેટ કિલીંગ માટે લાવ્યાં હતા.

ટાર્ગેટ કિલિંગના નિશાના ઉપર કાશ્મીરી પંડિતો સૌ પ્રથમ છે તાજેતરમાં જ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તાજેતરમાં હત્યા કરવામાં આવી હતી. દરમિયાન લશ્કર-એ-ઈસ્લામ નામની સંસ્થાએ ધમકી આપી છે કે, કાશ્મીરી પંડિત ઘાટી છોડી દે અથવા મારવા માટે તૈયાર રહે. આતંકવાદી સંગઠને પોસ્ટ લખી હતી કે, તમામ પ્રવાસીઓ અને આરએસએસના એજન્ટ ઘાટી છોડી દે અથવા મરવા તૈયાર રહે. જો કાશ્મીરી પંડિત જે કાશ્મીરમાં ઈઝરાઈલ ઈચ્છે છે અને કાશ્મીરી મુસ્લિમોને મારવા માટે છે તેમના માટે અહીં કોઈ જગ્યા નથી. આપની સુરક્ષા ડબલ કે ત્રણ ગણી કરી લો, ટાર્ગેટ કિલિંગ માટે તૈયાર રહો, તમે મરશો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code