નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં તંત્રએ આતંકવાદીના ઘર ઉપર બુલડોઝર ચલાવીને તોડી દેવાયું હતું. આતંકવાદીએ આ મકાન સરકારી જમીન ઉપર બનાવ્યું હોવાનું જાણવા મળે છે.
જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા ઓપરેશન શરૂ કર્યું છે. અનેક આતંકવાદીઓને અત્યાર સુધી ઝડપી લેવામાં આવ્યાં છે અને કેટલાક આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને બનાવવામાં આવેલુ ઘર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ મકાન આતંકવાદી આશિક નેંગરુનું હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પુલવામા જિલ્લાના રાજપોરા સ્થિત ન્યૂ કોલોનીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
(Photo-File)