- આતંકવાદને નાથવા શરૂ કરાયું અભિયાન
- પોલીસે ત્રણેય આતંકીઓની પૂછપરછ આરંભી
- તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે ભારતીય સુરક્ષા અધિકારીઓએ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ અનેક આતંકવાદીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દરમિયાન શોપિયામાંથી લશ્કર-ઐ-તૈયબાના 3 આતંકવાદીઓને સુરક્ષા જવાનોએ ઝડપી લીધા હતા. તેમની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
જમ્મુ-કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની મદદ કરનારા 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા વ્યક્તિઓ પાસેથી હથિયાર તથા અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળોએ જિલ્લાના ખુદપોરામાં એક સચલ નાકાની સ્થાપના કરવામાં આવી છે. તપાસ દરમિયાન 3 વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમને અટકાવવામાં આવ્યા હતા. જેથી આ શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તેમને બદોચી લીધા હતા. તેમજ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.